ભુજ માં થી તમાકુ, બીડી, સિગારેટ, ગુટકાના જથ્થા સાથે શખ્સ પકડાયો

રામનગરી વિસ્તારમાં બી ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડીને 10,109ની કિંમતનો તમાકુ ગુટકા, બીડી સિગારેટના જથ્થા સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકની સર્વેલેન્સ ટીમે સયુંક્ત બાતમીના આધારે રામનગરી સ્થિત ચારણવાસમાં દરોડો પડ્યો હતો. દરોડા દરમિયાન કોરોનાની મહામારીના કારણે પ્રતિબન્ધ હોવા છતાં નવીન કરશન રાજગોર નામના શખ્સ તમાકુ ગુટકા બીડી સિગારેટનો જથ્થો વેચાણ અર્થે રાખી રંગે હાથે પકડાઇ ગયો હતો. પોલીસે તેના કબજામાંથી કુલ રૂપિયા 10,109નો મુદામાલ કબજે કરી આરોપી વિરૂધ ગુનો નોંધ્યો હતો. આ કામગીરી બી ડિવિઝન પોલીસ મથકના સહાયક ફોજદાર પંકજભાઈ કુસ્વા અને પોલીસ હેડ કોસ્ટબલ હરિસચન્દ્રસિંહ બી. જાડેજાએ ઉચ અધિકારીઓની સુચનાને પગલે હાથ ધરી હતી.
પકડાયેલા મુદામાલની વિગત
પુનમ બીડીના 8 બંડલ, કિંમત 1,600, રાજનિવાસ પાનમસાલા 20 પેકેટ કિંમત 2,720, સુપર લક્ષ્મી તમાકુ કિંમત 125, રોયલ ડીલક્સ માવા પેકેટ 21 કિંમત 1,512, શિખર પાનમશાલા પેકેટ 5 કિંમત 1 હજાર, પાનબહાર મશાલા પેકેટ 11 કિંમત 1,320, ગોવા તાજા સોપારી પેકેટ-1 કિંમત 240, આવીસ્કાર પાનમશાલા પેકેટ-8 કિંમત 320, વિમલ નાના પેકેટ 9 કિંમત 252, વિમલ મોટા પેકેટ-5 કિંમત 300, એનપી01 જાફરાદી જર્દો નંગ-6 કિંમત 180, પી4 તમાકુ પેકેટ 7 કિંમત 210, જીકે-2 તમાકુ પેકેટ-8 કિંમત 240, જી-1 તમાકુ પેકેટ-2 કિંમત 60, એમ-1 તમાકુ પેકેટ-1 કિંમત 30 સહિત 10,109નો મુદામાલ કબે કર્યો હતો.