ઠેકેદારો સાથે બેઠક, શ્રમિકોની સંભાળ લેવા તાકીદ

ગાંધીધામ. સર્કિટ હાઉસ ખાતે નેતાઓ અને સરકારી અમલદારોની લેબર કોન્ટ્રાક્ટર્સ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શ્રમિકોની પુરતી સંભાળ લેવાની સુચના આપીને વર્તમાન પરિસ્થીતીઓ વિશે સુચીત કરાયા હોવાનું જણાવાયું હતું.શ્રમિકોને વતન રવાના કરવા તંત્ર તૈયારી કરી છેશુક્રવારના સાંજે ગાંધીધામના સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પ્રાંત ઓફિસર ડૉ.જોશી, ડીવાયએસપી વાઘેલા, મામલતદાર ચિરાગ હિરવાણીયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત દુધરેજીયા, પોલીસ અધિકારી દેસાઇ, સહિતનાની લેબર કોન્ટ્રાક્ટરો સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં શ્રમિકો પણ કેટલાક હાજર રહ્યા હતા તેવા સંકેત મળે છે. જેમાં બિહાર, યુપી જવા માટેની ટ્રેનો અંગે અને શ્રમિકોની સ્થિતી અંગે ચર્ચા કરીને જરુરી સુચનો આપ્યા હતા. અહિ નોંધવુ રહ્યુ કે ગત રોજ કાર્ગો વિસ્તારમાં બનેલી વિરોધની ઘટના બાદ આવી સ્થિતી ફરી ન સર્જાય તે માટે પ્રશાસન અગમચેતીના પગલા ભરી રહ્યું છે. 17મીએ એક ટ્રેન ઉપડશે. શ્રમિકોને વતન રવાના કરવા તંત્ર તૈયારી કરી છે તેમ પ્રાંત ઓફિસરે જણાવ્યું હતું.