અંજાર તાલુકાના’ સતાપરમાં દેશી દારૂના વેચાણથી ત્રસ્ત બનેલા સ્થાનિકોએ રેન્જ વડા સમક્ષ રજુઆત કરી હતી. સતાપરના આંબેડકર’ નગર રહીશોએ લેખિત રજુઆત કરતા’ કહયુ હતુ કે આંબેડકર નગરમાં કેટલાક લોકો’ દેશી દારૂનું’ બેફામ વેચાણ કરી રહયા છે.’ આ શખ્સો સામે’ ત્રણ થી ચાર વખત પ્રોહીબીશનના કેસો થયા હોવા છતાં આ પ્રવૃતિ બંધ નથી.’ આ’ સોસાયટીમાં’ ઘણી વખત સામાજીક તેમજ ધાર્મિક પ્રસંગો વખતે’ કેટલાક તત્વો’ દારૂ પીને’ ધમાલ મચાવે છે. સમગ્ર મામલે અવાર-નવાર મૌખિક રજુઆત કરાઈ’ હતી. અબલત આ અંગે’ કોઈ નોંધપાત્ર’ કાર્યવાહી કરાતી નથી. આંબેડકર નગરમાં દેશી દારૂનુ દુષણ બંધ’ કરી આવા તત્વો સામે કાર્યવાહી કરવા’ પત્રમાં માંગ’ કરાઈ હતી.’