ભુજમાં એક્ટિવા સ્કૂટર સ્લિપ થતાં યુવાનનું મોત થયું

ભુજ, શહેરમાં લાલટેકરી વિસ્તારમાં હોન્ડા એક્ટિવા સ્કૂટર સ્લિપ થતાં કેમ્પ વિસ્તારમાં રહેતા અનશ ઉમર નોડે નામના યુવકનું મૃત્યુ થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ આજે સાંજે પાંચેક વાગ્યાના સુમારે હતભાગી અનશ નોડે તેના જી.જે.12-ડી.પી.-8389 નંબરના એક્ટિવાથી જઇ રહ્યો હતો ત્યારે તેને આ અકસ્માત નડયો હતો. તેને માથામાં અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થઇ હતી. જે સારવાર મળે તે પહેલાં જ તેના માટે જીવલેણ સાબિત થઇ હતી. ભોગ બનનારો યુવાન પશ્ચિમ કચ્છ પોલીસના થોડા સમય પહેલાં આત્મહત્યા કરનારા સહાયક ફોજદાર ઉમર નોડેનો પુત્ર થાય છે