મોડકુબા ગામના પિતા અને તેના બે પુત્રોએ ખેડુતના છ સર્વે નંબરની જમીન પર કબજો કરી કરી જાતી અપમાનીત કરતા ગઢશીશા પોલીસ મથકે ફોજદારી નોંધાઇ હતી. રેલડીયા મંજલના ખેડુતે આરોપીઓને ચાલ્યા જવા કહેતા ‘જયંતી ઠક્કર પર 40 લાખ રૂપીયા માંગુ છુ, જે તું આપી દેતો હોય તો ચાલ્યો જાઉ અને જમીન ખાલી કરી નાખું’ તેવી વાત કરી હતી. ગઢશીશા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, મોડકુબા ગામે આવેલી જમીન સર્વે નંબર 426, 458, 459, 460, 461, 462 વાળી જમીન મેહુલકુમાર રમેશચંદ્ર ગોસર (રહે. મુંબઇવાળા)એ 2007માં મૌખિક વેચાણથી દેવજી જુમાભાઇ મહેશ્વરી (ઉ.વ.47) (રહે. રેલડીયા મંજલ)વાળાને આપી હતી.એટ્રોસીટીની કલમો તળે ફોજદારી દાખલ કરાવાઇફરીયાદીએ આ જમીનમાં વાવણી કરી દેખરેખ માટે જાફર સુરંગી અને સલીમ હીંગોરાને આપી હતી. તા. 5મીએ સવારે સાતેક વાગ્યે સલીમ ફરીયાદીના ઘરે આવીને વાત કરી હતી કે, રમેશ ફાર્મમાં મોડકુબા ગામે રહેતો અજીતસિંહ રણમલસિંહ જાડેજાએ જમીનમાં કબજો કરી જુવારનું વાવેતર કરી નાખ્યો હોવાની કેફીયત આપી હતી. ફરીયાદી ખેતરે જઇ અજીતસિંહને વાત કરતા તેણે કહ્યું કે, તે જયંતી ઠક્કર ડુમરાવાળા પર 40 લાખ રૂપીયા માંગે છે જે ફરીયાદી આપી દેશે તો જમીન ખાલી કરી નાખશે નહીં તો જમીન પર કબજો કરી લેશે. ફરીયાદીએ અનેક આગેવાનોને વાત કરવા છતાં અજીતસિંહ કોઇ વાતે માનવા તૈયાર થયો ન હતો. એક દિવસ ફરીયાદી ખેતરે ગયો ત્યારે અજીતસિંહ, રણમલસિંહ અને દીલીપસિંહ ખેતરે ઉભા હતા ત્યારે તેમણે ફરી એક વખત જમીન ખાલી કરી દેવાની આજીજી કરતા બંદુકના ભડાકે દઇ દેવાની વાત કરી જાતી અપમાનીત કર્યા હતા. મોડકુબા ગામે રહેતા રણમલજી કરશનજી જાડેજા, દીલીપસિંહ રણમલજી જાડેજા અને અજીતસિંહ રણમલજી જાડેજા સામે જાતીઅપમાનીત કરી તેમજ ભડાકે દઇ જાનથી મારી નાખવા તેમજ એટ્રોસીટીની કલમો તળે ફોજદારી દાખલ કરાવાઇ હતી.અગ્રણીઓએ ફરિયાદીને થોડો સમય કાઢી નાખવાની વાત કરી ફરીયાદીએ અજીતસિંહે જમીન પર કબજો કરી દીધો હોવાની વાત અગ્રણી મહેશોજી સોઢા, વિક્રમસિંહ જાડેજા (વિંઝાણ) અને ભુજના મામદ સીધીક જુણેજાની કરી હતી. જો કે, અગ્રણીઓએ થોડોક સમય આપ પછી કાંઇક નિરાકરણ લાવશું તેવી વાત કરી હતી.