ગાંધીધામની મુખ્ય પોસ્ટ ઓફિસ સાથે લોકડાઉનના ગાળામાં અલગ પ્રકારની સમસ્યાનો સામનો લોકો સાથે વિભાગો કરી રહ્યા છે. બપોરના 12ના ટકોરે અહીની પોસ્ટ ઓફિસના દરવાજા બંધ કરી દેવાય છે, એટલુંજ નહી પણ રજીસ્ટ્રી માટેના કવરની મર્યાદા પણ પ્રતિ વ્યક્તિ 5 કવર ફિક્સ કરી દેવાઈ છે. જેના કારણે માત્ર સામાન્ય લોકો, ઉધોગોને નહિ, પણ આપદા કાળમાં અત્યંત મહત્વપુર્ણ માહિતીઓનું આદાન પ્રદાન રજીસ્ટ્રી થકી ફરજિયાત હોવાથી તેનો ઉપયોગ કરતા વિભાગોને પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારના અન્ય તમામ વિભાગો કાર્યરત છે ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા શા માટે અલગ રુખ અપનાવાઈ રહ્યુ છે તે જાણવા મુખ્ય પોસ્ટ અધિકારીનો સંપર્ક સાધવાનો પ્રયાસ છતાં ન થઈ શકતા તેમનુ મંતવ્ય જાણી શકાયું નહતું.