ભુજ ભારતનગર પાસેના પંપમાં સીએનજી લીક થતા હોબાળો, ભારે અવાજ થયો હતો અને પ્રદુષણ ફેલાયો

ભુજ. શહેરના ભારતનગર પાસે આવેલા સીએનજી પેટ્રોલપંપના બોટલોમાંથી અચાનક ગેસ લીક થતા હોબાળો મચ્યો હતો. આસપાસના લોકો ભયભીત બનીને બહાર નીકળી આવ્યા હતા. રાત્રે અગીયાર વાગ્યે શહેરની ભાગોળે સંજોગનગરથી ખારસરા ગ્રઊન્ડ તરફના માર્ગે આવતા સીએનજી પેટ્રોલ પંપના બોટલોમાંથી અચાનક ગેસ લીકેજ થતા ભારે અવાજ થયો હતો અને પ્રદુષણ ફેલાયો હતો. આસપાસના એક કીમી સુધી અવાજ સંભળાતો હતો એટલી માત્રામાં લીકેજ થયુ હતુ. આસપાસના લોકોમા ભય ઊભો થતા બહાર નીકળ્યા હતા