અંજારમાં ઘરનો કચરો બહાર નાખવાના મુદ્દે પડોશી મહિલાના ઘરમાં તોડફોડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઇ છે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે દેવળીયા નાકા ખાનાઈ શેરીમાં રહેતા શહેનાઝ બેન મુસ્તાક બાયડ ઉંમર વર્ષ 23 ઘરની સાફ સફાઈ કરતા હતા ત્યારે કચરો બહાર નાખતા હોવાથી તેનું મનદુખ રાખી પડોશમાં રહેતા કાસમ મામદ બાયડ અબુબકર આમદ બાયડ અને સલમાનબેન ઇમરાન બાયડ એ તું અહીં થી ચાલી જા તેમ કહી શહેનાઝ બાયડ ઘરમાં તોડફોડ કરી હતી અને માર માર્યો ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે