ઉંમૈયામાં ૩૩ લાખની ઠગાઇ કરનાર બે સામે ફરિયાદ

રાપર તાલુકાના ઉમિયા માં જમીનના સોદા પેટે ના 33 લાખ રૂપિયા ઓળવી જનાર જમીન માલિક અને દલાલ સામે ફરિયાદ નોંધાઇ છે

રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકાના ઉમિયા માં રહેતા ૪૨ વર્ષિય ખેડૂત નરસિંહ ભાઈ બાબુભાઈ ગામી એ ઉમિયાની સીમમાં આવેલી જમીન બાબુ લખા આયર પાસેથી ૮૫ લાખ માં ખરીદી કરી હતી અને તેનો કરાર કર્યો હતો તે મુજબ મૂળ માલિક બાબુ લખા આયર વતી 50 લાખ રૂપિયા દલાલ વિરા ધના આયર ને આપ્યા હતા તે પૈકી ૧૭ લાખ રૂપિયા તેમણે મૂળ માલિકને આપી અને ૩૩ લાખ રૂપિયા પોતે વાપરી નાખ્યા તે પૈસા પરત આપવાની જવાબદારી બાબુ લખા આયર સ્વીકારી હતી પરંતુ હજુ સુધી પૈસા પરત ન આપતા નરસિંહભાઈ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે