કુંભારિયામાં નાણા મુદ્દે 4 જણાએ યુવાનને માર માર્યો

images-1-8

રાપરના કુંભારીયા ખાતે નાણાકીય લેવડ દેવડ મુદ્દે ચાર જણાએ ફોન પર ધમકી આપ્યા બાદ ધોક્કા વડે માર માર્યો હોવાની તેમજ માણબા ખાતે ક્રિકેટ રમવા બાબતે યુવાનને ચાર જણાએ મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે નોંધાઇ છે. કુંભારીયા રહેતાફરિયાદી ઈકબાલભાઈ રાજમલભાઈ અમા સમાએ  સંગ્રામ મલુજી સમાને આપેલા રૂપિયાની ઉઘરાણી કરતાં સંગ્રામ સમાએ ફોન પર ગાળો આપ્યા બાદ તેને સમજાવવા ગયેલા ફરિયાદીને સંગ્રામ મલુજી સમા , જાનમામદ મલુજી સમા, મલુજી બાવાજી સમા, અનવર જાનુ સમાએ લાકડાનો ધોકો માથામાં ફટકારી ફરિયાદીને ઈજાઓ પહોંચાડી હતી.જ્યારે બીજા બનાવમાં માણબા ગામ ખાતે અબ્બાસ રમજુ રાઉમા, ફારૂખ રમજુ રા.મા, રેહાન રમજુ રાયમા અને તાહિરભાઇ રાઉમાએ ફરિયાદી 20 વર્ષીય ફરિયાદી નવઘણભાઈ મનજીભાઈ સુરાણીને તમે ક્રિકેટ રમો છો તો બોલ બીજાને લાગે છે તેમ કહી ધકબુશટનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી