નિરમા ફેકટરી પાસેથી ટ્રકમાં ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની પેટી નંગ-૪૮ બોટલ નંગ- ૫૭૬ કિ.રૂ. ૧,૭૨,૮૦૦/- ટ્રક સહિત કુલ કિ.રૂ.૩,૭૨,૮૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગ ફરવાની સુચના કરેલ તે દરમ્યાન ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે નિરમા ફેકટરી પાસે જાહેરમાં ગેટ નંબર -૦૨ ની પાસે ટ્રક રજી.નંબર- GJ-12-X- 2761 ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકિકત આઘારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન બાતમી વાળો ટ્રક મળી સ્તળ ઉપર ટ્રક ડ્રાયવર હાજર મળી આવેલ નહી જેથી તેના ટ્રક રજી નંબર ઉપરથી ટેકનીકલ સોર્ચીસથી ખાત્રી કરાવતા સદરહું ટ્રક ના માલીક શંકરભાઇ કાળાભાઇ બારૈયા રહે. ભાવનગર ક.પરા સાઇઠ ફળી રામાપિરના મંદિર પાસે વાળાનો હોવાનું જણાય આવતા સદરહું ટ્રકમાં ઝડતી તપાસ કરતા ભારતીય બનાવટનો પરપ્રાંત દારૂનો જથ્થો PARTY SPECIAL PREMIUM WHISKY-750 ML NV GROUP ફોર સેલ ઇન UTની કુલ પેટી નંગ-૪૮ જે દરેક પેટીમાં ૧૨ બોટલ મળી કુલ બોટલ નંગ- ૫૭૬ કુલ કિ રૂ ૧,૭૨,૮૦૦/- તથા ટ્રકની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- સહિત કુલ કિ.રૂ. ૩,૭૨,૮૦૦/-નો મળી આવતા ટ્રકના માલીક વિરૂધ્ધમાં વેળાવદર(ભાલ) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા સાગરભાઇ જોગદીયા તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા મહેન્દ્રભાઇ બારૈયા તથા અરવિંદભાઇ બારૈયા તથા ઘર્મેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કો ચિરંતનભાઇ રાવલ આહિર વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.