પશ્ચિમ કચ્છમાં પીએસઆઈ સહિત બે કર્મચારીઓ સસ્પેન્ડ

આ અંગેની મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી ફેબ્રુઆરી માસમાં માંડવીમાંથી 800 ગ્રામ ગાંજા સાથે મામદ ઉર્ફે કારો જાકબ મણકા ને ઝડપી પાડયો હતો તત્કાલીન સમયે પીઆઇ રજા હોવાથી તપાસ પીએસઆઇ એમ આર મહેશ્વરી ને સોંપવામાં આવી હતી આ ગુનાની તપાસમાં 60 દિવસથી વધુ સમય નીકળી જતા કોર્ટમાં ચાર્જશીટ રજુ ન થતા આરોપી જામીન ઉપર મુક્ત થઈ ગયો હતો આ મામલામાં ચાર્જશીટ રજૂ ન કરવાની ગંભીરતા ને કારણે એસપી સૌરભ તોલંબિયા એ પીએસઆઈને ફરજમોકૂફ કરી દીધા છે તો બીજી તરફ એલસીબીએ ટપ્પર માંથી પોલીસ પુત્રની વાડીમાંથી જુગાર ક્લબ ઝડપી પાડી હતી આ મામલામાં ગંભીર બેદરકારી દાખવનાર બીટ જમાદાર નિલેશ હરેશભાઈ પંડ્યા ને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે તેમ સૂત્રોએ કહ્યું હતું બે પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં થી પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે