સમર્પણ ધ્યાનયોગના પ્રેરણામયી પૂજ્ય ગુરુમાની સરળ અમૃતસભર વાણીમાં બાલશિબિરનું આયોજન..

0I6A3845

વર્તમાન સમયમાં ઘણાં બાળકોમાં ચીડિયાપણું, ગુસ્સો, ઉદાસીનતા જોવાં મળે છે ત્યારે આ શિબિર તેમનામાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કરશે

શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા આયોજિત બાલશિબિરનું તા 24 ના રોજ સવારે 9.00 વાગે યુ ટ્યુબ પરથી થશે જીવંત પ્રસારણ

વર્તમાન સમયમાં શાળાઓ બંધ છે, બાળકોને  ખેલકૂદ માટે રમતગમતનાં મેદાનો બંધ છે, હરવાફરવા બગીચાઓ બંધ છે, દોસ્તોને મળવાનું બંધ છે.  આવા સમયમાં ઘરની ચાર દીવાલો વચ્ચે બાળકનું મન મૂંઝાય તે સ્વાભાવિક છે. મોબાઈલ, ટી.વી, વીડિયોગેમ, ફિલ્મો વગેરે પણ ક્યાં સુધી સમય પસાર કરવામાં મદદરૂપ થાય? ઘરમાં રહીને બાળકો કંટાળેલાં અમુક બાળકોમાં ગુસ્સો, ચીડિયાપણું, ઉદાસીનતા આવી ગઈ છે. આવા સમયે બાળકોમાં ઉત્સાહનો સંચાર થાય, નવી વાતો દ્વારા સંસ્કારનું સિંચન થાય અને બાળપણથી જ ધ્યાનમાં રુચિ કેળવાય તે માટે સમર્પણ પરિવાર દ્વારા ખાસ બાળકો માટે યુ ટ્યુબ પર એક બાલશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની  પ્રેરણાથી શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન દ્વારા  તા.24 મે, રવિવારના રોજ સવારે 9.00 વાગે  પરમ પૂજય ગુરુમાની સરળ અને ચૈતન્ય સભર વાણીમાં તેમના પ્રવચનનું યુ ટયુબ પર ‘Shivkrupanand Foundation’ ચેનલ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.