ગાંધીધામ, આ સંકુલના લીલાશાહનગર વિસ્તારમાં એક પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલને લઈને આરોગ્યસહિતના તંત્રો દોડધામમાં આવી ગયા હતા.આ અહેવાલને પગલે આજુ-બાજુના’ રહેણાક મકાનોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. આજે કચ્છના કુલ પાંચ નવા કેસમાં ગાંધીધામના ત્રણ કેસ સમાવિષ્ટ છે.’ ગઈકાલે કચ્છ જિલ્લામાં એક’ સાથે 21 લોકોને કોરોના હોવાનું માલૂમ પડતાં ખળભળાટ મચી ગયો હતો. આજે વધુ પાંચ લોકોને કોરોના હોવાનું સપાટી’ ઉપર આવ્યું હતું. જેમાં ગાંધીધામના એક પુરુષનો’ સમાવેશ થયો હતો. કોરોનાનો શિકાર થયેલો’ આ યુવાન’ તેની પત્ની અને સંતાન સાથે 8- 10 દિવસ અગાઉ મુંબઈથી આવ્યો હતો. આરોગ્ય વિભાગની’ ટીમે આ પરિવારને ઘરમાં જ એકાંતવાસમાં રહેવા સૂચના આપી હતી. તે દરમ્યાન’ હવે પરિવારના’ એક સભ્યને’ કોરોના’ પોઝિટિવ આવતાં’ અન્ય સભ્યોનું કોરોના’ પરીક્ષણ’ કરવા’ તથા આજુબાજુના વિસ્તારના લોકોને હોમ કવોરેન્ટાઈન કરવા’ સહિતની દિશામાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે-તે વખતે આ યુવાનને હોમ કવોરેન્ટાઈન કરતાં બબાલ થઈ હતી.અલબત્ત તેને સમજાવીને’ ‘ એકાંતવાસમાં રાખાયો હતો. લીલાશાહ વિસ્તારમાં’ કોરોનાના આગમનથી’ આજુ-બાજુના મકાનધારકો તથા સ્થાનિકોમાં ડરનો માહોલ’ ઊભો થયો હતો.પાલિકાએ આ વિસ્તારને સેનિટાઈઝ કર્યો’ હતો. તંત્ર દ્વારા હવે કઈ લાઈન તથા કયા રસ્તાને કન્ટેઈનમેન્ટ ઝોનમાં તબદીલ કરવામાં આવશે તેવી ગણતરીઓ’ સ્થાનિકોમાં શરૂ થઈ હતી