ગાંધીધામમાં હિટ એન્ડ રન : આધેડનું થયેલું મોત

ગાંધીધામ, તા. 20 : શહેરના પી.એસ.એલ કાર્ગો વિસ્તારમાં અજાણ્યા વાહનની હડફેટે ચડતાં અશોક રામચંદ્ર રવિદાસ (ઉ.વ.45)નામના આધેડનું મોત થયું હતું. શહેરના પી.એસ.એલ. કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા મેદાનમાં આ બનાવ ગત તા. 18/5નાં બન્યો હતો. આ મેદાનમાં અશોક રવિદાસ નામના આધેડ જઈ રહ્યાં હતા ત્યારે કોઈ અજાણ્યા વાહને આ શ્રમિકને હડફેટમાં લેતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે ખસેડાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ મિથિલેશ તાલેવર યાદવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.”