તાલુકાનાં માધાપર ગામે જૂનાવાસ વિસ્તારમાં સ્વામિનારાયણનગર વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડીને સ્થાનિક બી- ડિવિઝન પોલીસે રૂા. 25,900ની કિંમતની શરાબની 74 બાટલી પકડી પાડી હતી. આ જથ્થા સાથે માધાપરના દિનેશાસિંહ દેવાજી જાડેજા અને મીતાબેન યોગેશ ઢાલુમલ ગુરનાનીની ધરપકડ કરાઇ હતી.જ્યારે મીતાબેનનો પતિ યોગેશ ઉર્ફે યોગલો સિંધી ઢાલુમલ ગુરનાની અને ભુજનો કુલદીપાસિંહ લખપતાસિંહ ઝાલા હાથમાં આવ્યા ન હતા. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ આ પ્રકરણમાં શરાબની 74 બાટલી ઉપરાંત રૂા. 5500ના બે મોબાઇલ ફોન અને રૂા. 20 હજારનું એક્ટિવા સ્કૂટર મળી રૂા. 51,400નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. હાથમાં ન આવેલા બન્ને આરોપી પકડી પાડવા કવાયત હાથ ધરાઇ છે. બી-ડિવિઝનના પંકજ કુશવાહ અને હરીશચન્દ્રાસિંહ જાડેજાની સંયુકત બાતમીના આધારે ઇન્સ્પેકટર આર.એન. ખાંટ સાથે સ્ટાફના સભ્યો દરોડામાં જોડાયા હતા.’