સમગ્ર રાજ્યમાં લોકડાઉન-3 બાદ 4માં વધુ છૂટછાટો અપાઇ?છે ત્યારે કચ્છમાં ત્રીજા લોકડાઉન કરતાં ચોથામાં કામના કલાકોમાં કાપ મુકાવાથી ધંધા-રોજગાર ચોપટ થશે તેવી ભીતિ દર્શાવી વિગતો સાથેનું આવેદનપત્ર ભુજ ચેમ્બરે મુખ્યમંત્રીને પાઠવી ઓડ-ઇવન પ્રણાલીને રદ કરવા અને સવારે 9થી રાત્રે 9 સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપવા માંગ કરાઇ?છે. વહેલી તકે નિર્ણય ન આવે તો આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ તાલુકામથકના વેપારી એસો. સાથે બેઠક બોલાવી રજૂઆતને ધારદાર બનાવવા તખતો ગોઠવાશે.લોકડાઉન-4માં સમગ્ર રાજ્યમાં વધુ છૂટછાટો મળે અને ધંધા-વેપાર શરૂ?થાય તેવા નિયમો આવ્યા છે જે સમગ્ર ગુજરાતને લાગુ પડે છે. અગાઉ ત્રીજા લોકડાઉનમાં કચ્છમાં કામના કલાકો હતા તેના કરતાં ઘટયા છે અને અડધો દિવસ જ થઇ?ગયો છે. વધુમાં ઓડ?-ઇવનના નિયમ મુજબ પણ અડધોઅડધ કાપ આવતાં આ પરિપત્રથી સપ્તાહ દરમ્યાન માત્ર?દોઢ દિવસ જ વેપારીને ધંધા માટે મળે છે. ઓડ-ઇવનની સિસ્ટમ ખરેખર મહાનગરપાલિકા માટે હોવી જોઇએ. તે નગરપાલિકા અને ગ્રા.પં. માટે સુસંગત ન હોવાનું ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ફેડરેશનના પ્રમુખ અનિલ ગોરે જણાવ્યું હતું. પ્રમુખ શ્રી ગોરના અધ્યક્ષસ્થાને આજે ચેમ્બરની મળેલી બેઠકમાં ભુજ વેપારી એસો.ના વિવિધ?ધંધાર્થીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી નવા જાહેરનામા અંગેની મુશ્કેલીઓ જાણી હતી. ત્યારબાદ આ નવો પરિપત્ર રાજ્ય સરકાર તરફથી જારી થયો હોવાથી મુખ્યમંત્રીને રજૂઆત કરવાનું ઠરાવી વિસ્તૃત વિગતો સાથે આવેદનપત્ર ઇ-મેઇલ મારફતે રવાના કરી દેવાયું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ તાલુકાના મુખ્ય મથકના વેપારી એસો. જેમ કે, નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ, ભચાઉ મરચન્ટ’ એસો., માંડવી ચેમ્બર ઓફ કોમર્સ, રાપર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. તથા મુંદરા મરચન્ટના આગેવાનો સાથે પણ બેઠકનો તખતો ગોઠવી રજૂઆત વધુ ધારદાર બનવાનું નક્કી થયું હોવાનું શ્રી ગોરે જણાવ્યું હતું