નવસારી માં તરતાં આવડતું ન હોવા છતાં મોતની પરવા કર્યા વિના ડૂબતી વ્યક્તિને બચાવવા દરિયામાં છલાંગ મારી

મરોલી. જલાલપોરના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દિવાદડીમાં નંદનવન ફળિયામાં રહેતા એકજ પરિવારના 6 બાળકો સવારે 10 વાગ્યે દરિયામાં નાહવા ગયા હતા દરિયામાં ઓટ હોવાથી પાણી શાંત હતા પરંતુ સમય જતાં દરિયામાં ભરતી થતા પાણીના વધુ વહેણ વધતા 15 વર્ષનો દીપકુમાર અશોકભાઈ ટંડેલ ઉડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો એ જોઈ દરિયા કિનારે માછલી પકડવા ગયેલા નયનકુમાર નટવરભાઈ ટંડેલ(ઉવ 28)ની નજર ડૂબતા બાળક પર પડતા  એને પાણીમાં તરતા ન આવડતું હોવા છતાં બોયું લઇ દરિયામાં જપલાવી ડૂબતો દીપને બચાવી દરિયા કિનારે લાવ્યો હતો બુમાબુમ થતા લોકો એકત્ર થાય હતા દીપ વધુ પાણી પીવાય જતા એની હાલત ગંભીર હોવાથી એને મરોલી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં ફરજપર ડો.કાનનબેને પેટ સાફ કરી પાણી કાઢી સારવાર કરી નવસારીની હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવાયો હતો ત્યાં દીપની તબિયત સારી એવું જાણવા મળ્યું છે.

મારો ભાઇ ડૂબે છે, સાદ સાંભળી કૂદી પડ્યો
આજે હું માછલી પકડવા ગયો હતો અને એક છોકરી આવીને મને જણાવ્યું કે મારો ભાઈ દરિયામાં ડૂબી રહ્યો છે.મને તરતા આવડતું ન હોવા છતાં હું હિંમત કરીને ગળામાં સેફટી માટે બોયું બાંધ્યું અને દરિયામાં ઝપલાવ્યું  પણ દરિયાના ઉછળતા મોજાએ મને વારંવાર બહારની તરફ ફેકતા હતા છતાં હું ડૂબતા તરુણ પાસે ગયો તેના વાળ પકડીને કિનારા તરફ લાવ્યો. પ્રાથમિક સારવાર આપી શરીરમાંથી પાણી બહાર કાઢ્યું અને તેના શ્વાસ ચાલતા હતા.નસીબે એમ્બ્યુલન્સ નજીકનાં ગામમાં હતી જે બોલાવી નવસારી લઇ ગયા.