ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ પ્રસાદીનું સ્થાન સમા જુના સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે રાધા કૃષ્ણ ભગવાન તેમજ સ્વામિનારાયણ ભગવાન કથા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘાના સિંગાર સાથે દિવ્ય દર્શન થયા હતા આ સમયે ધોરાજી જૂના સ્વામિનારાયણ મંદિરના પુરાણી મોહન પ્રસાદદાસજી સ્વામીએ જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણ નો પ્રસાદીનું સ્થાન છે અને છેલ્લા ૩૬ વર્ષથી ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધાકૃષ્ણ અને બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘા ઘસી ઘસીને વાઘા બનાવવામાં આવે છે જે દર્શન માટે મોટી સંખ્યામાં હરિભકતો આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને સમયમાં રાજ્ય સરકારે દર્શન માટે લોકોને પ્રવેશબંધી કરી છે ત્યારે માત્રને માત્ર સંતો દ્વારા ૩૬ વર્ષની જૂની પરંપરાગત નિયમ પ્રમાણે રાધા કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને ઘનશ્યામ મહારાજ ને ચંદનના વાઘા તેમજ ફૂલો દ્વારા સિંગાર કરવામાં આવ્યું હતું તેમજ દરરોજ પાંચ વખત દિવ્ય આરતી ના દર્શન પણ નિયમ પ્રમાણે પૂજા અર્ચન કરવામાં આવે છે અને માત્ર ને માત્ર સંતો નિત્ય ક્રમ જાળવી રાખ્યો છે આ સાથે સંતોએ ભગવાન પાસે પ્રાર્થના કરી કે હાલમાં કોરોના મહામારી રોગ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે તે ભગવાન તાત્કાલિક અસરથી રોગમાંથી વિશ્વને મુકિત આપે તેવી ઠાકોરજી પાસે પ્રાર્થના કરી હતી.