માધાપરના યુવાન પર વરનોરાના શખ્સો દ્વારા હુમલો કરાયો

ભુજ તાલુકાના માધાપર ખાતે રહેતા 38 વર્ષીય યુવાનને નાગોર ગામના બસ સ્ટેશન પર વરનોરાના ચારથી પાંચ જણાઓએ ધોકા અને લોખંડના પાઇપથી માર મારતા ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ઇજાગ્રસ્તના કાકાઇભાઇ દર્શન હરીલાલ રાજગોરે એમએલસીમાં નોંધાવ્યું હતું કે, મારા ભાઇ અશોક જીતેન્દ્ર ગોર રહે માધાપર ગુરૂવારે બપોરે બે વાગ્યાના અરસામાં નાગોર ગામે બસ સ્ટેશન પર નાસ્તો કરવા ગયો હતો ત્યારે નાના વરનોરાના ચારથી પાંચ જણાઓએ ધોકા અને લોખંડના પાઇપથી માર મારી ઇજા પહોંચાડી હતી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાગ ધરી છે.