શાળાઓનું શૈક્ષણિક સત્ર પુરૂ થતા વેકેશનનો સમયગાળો હોય શાળાઓ બંધ હોવાથી હવે અસામાજિક તત્વોએ નિશાન બનાવી રહ્યા છે અંજારમાં તસ્કરોએ શાળા નંબર ૪ નિશાન બનાવીને ચોરીનો પ્રયાસ કર્યો હતો આ બનાવમાં પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ શહેરના સવાસર નાકા લોહાણા મહાજન વાડી સામે આવેલી પ્રાથમિક શાળા નંબર ૪ ને તસ્કરોએ નિશાન બનાવી ને પાણીની પાઇપલાઇનમાં નુકસાન કરી પાણીનો ટાંકો ચોરવાનો પ્રયત્ન કર્યો હતો ચોરણીયા હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા શાળાના આચાર્ય કરેલી જાણ ના આધારે પોલીસે આ ચોરીના પ્રયાસની તપાસ હાથ ધરી છે