મીરજાપરમાં અને ભુજ માં મારા મારી ના બે બનાવ બન્યા હતા

મીરજાપર અને ભુજમાં મારામારીના બનાવ બન્યા હતા. મીરજાપર ભાણરાઇ તળાવની બાજુમાં રહેતા ફરિયાદી વાસુ પ્રેમજીભાઇ ચાવડા (ઉ.વ.29)એ આરોપી કરણ મહેન્દ્રભાઇ ચૌહાણને મિત્રનો ફોન કટ કરવા તેમજ ફળિયામાં ન આવાનું કહેતા ઉસ્કેરાયેલા કરણે પોતાની બાઇકમાં રહેલી ગુપ્તી કાઢીને ફરિયાદીના માથાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી.
બીજો બનાવ ભુજ માં બન્યો હતો વાણિયાવાડમાં રીટાબેન રાજેશભાઇ તાજપરીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મંજુબેન ગાભાભાઇ, પુજાબેન કૈલાસભાઇ, શારદાબેન કૈલાશભાઇ અને કૈલાશભાઇએ લારી દુર રાખવાનું કહી ગાળા ગાળી કરી જાતિ અપમાનિત કરી હતી.