અંતરજાળના ટ્રાન્સપોર્ટરને મારી નાખવાની ધમકી અપાઈ

અંતરજાળ ના સાંઇધામ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર ને તેના પૂર્વ કર્મચારીએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આદિપુર પોલીસે જણાવ્યું હતું કે અંતરજાળ ની સાંઇધામ સોસાયટીમાં રહેતા જયેશભાઈ પરસોત્તમભાઈ ગામોટ ઉંમર વર્ષ 33 જે.જે હેન્ડલિંગ ના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે તેમને તેમના પૂર્વ કર્મચારી દર્શન મહેશ રાજગોર એ નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનું મનદુખ રાખી ને ટ્રાન્સપોર્ટર સાથે બોલાચાલી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે