કચ્છના અંજારમાં ભાજપ શાસિત નગરપાલિકામાં નવું કૌભાંડ આવ્યું બહાર

ભુજ અંજારમાં ભાજપ શાસિત નગરપાલિકામાં નવું કૌભાંડ સામે આવ્યું છે જમીનમાં કેબલ પાથરતી વખતે મજૂરી લઈ નાણા ભરપાઈ કરવાના હોય પરંતુ કંપની અને પાલિકાના હોદ્દેદારોએ સાંઠગાંઠ કરી ગટરની લાઈનમાં કેબલ પાથરી ગોલમાલ આચરી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે અંજારના ગંગા નાકા પાસે ગટર ઉભરાતા તપાસ કરવામા આવી હતી જેમાં કોરોના કહેર વરચે ફાઈબર કેબલ કૌભાંડ બહાર આવ્યું છે અંજાર નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું કે,ગંગા નાકા પાસે ગટર ઉભરાઈ હતી જેથી ખોદકામ ચાલુ હતું સ્થળ પર જઈ તપાસ કરતા ગટરની ચેમ્બરમા જીઓકંપનીના કેબલ ગટરની પાઇપ મા જોવા મલ્યા,હકીકતમાં કેબલ પાથરવા નગરપાલિકાની મંજૂરી લઈ જમીનમાં ખોદકામ કરી પાથરવાના હોય છે પરંતુ શાસકોએ મીલિભગત કરી પાઇપ ગટરની લાઈનમાં પાથરી લાખો રૂપિયાની કટકી કંપની પાસેથી કરી છે ત્યારે તપાસ કરવાની માંગ કરાઈ છે