ભુજ, તા. 24 : અબડાસામાં રામપર (અબડા)થી નલિયા તરફના માર્ગ ઉપર નીલગાય સાથે બાઇક અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં આ વાહનના ચાલક વ્યવસાયે હાડવૈદ્ય એવા મૌલાના મોગલ જાનમામદ મોહમદહશન મોગલ (ઉ.વ.42)ને મોત આંબી ગયું હતું. પોલીસને ના અહેવાલ મુજબ રામપર અબડાથી નલિયા આવવા માટે બાઇક ઉપર નીકળેલા હાડવૈદ્ય મૌલાના જાનમામદ મોગલને આજે સવારે જીવલેણ અકસ્માત નડયો હતો. માર્ગ ઉપર અચાનક આવી ચડેલી નીલગાય આ બાઇક સાથે અથડાતાં હાડવૈદ્ય ગંભીર રીતે ઘવાયા હતા અને સારવાર મળે તે પહેલાં જ તેમનો જીવનદીપ બુઝાયો હતો. રામપર ગામથી ત્રણેક કિ.મી. દૂર આ અકસ્માત થયો હતો. બનાવના પગલે લઘુમતી સમાજના આગેવાનો તકીશા બાવા સૈયદ, હાજી અલાના ભુંગર, સલીમ મેમણ, અબ્દુલ્લભાઇ ગજણ, રફીકભાઇ મિસ્ત્રી, અબ્દુલ્લા મેમણ હોસ્પિટલ દોડી ગયા હતા અને ઉપયોગી બન્યા હતા