નખત્રાણા તાલુકામાં કોટડા જડોદર ગામની સીમમાં ત્રિકમ સાહેબના મંદિર પાસેના જંગલ વિસ્તારમાં મથલ ગામનો લાલજી પુંજાભાઇ કોળી નામનો યુવાન ફાંસો ખાધેલો મૃત મળી આવ્યો હતો. કોટડા (જડોદર) ગામની સીમમાં કૈલાશભાઇ બાબુભાઇ પટેલની વાડી ઉપર રહેતો મથલનો વતની લાલજી કોળી આજે સવારે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતો મળી આવ્યો હતો. ત્રિકમ સાહેબની સમાધિ નજીક ડુંગર ઉપર ઝાડીઓ વચ્ચેથી આ હતભાગી લટકતો મળી આવ્યા બાદ આ વિશે તેના પિતા પુંજા મુરાએ પોલીસને જાણ કરી હતી. મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. નખત્રાણા પોલીસે આપેલી માહિતી મુજબ આ યુવક ગત તા. 10મીથી લાપતા હતો. આ પછી આજે તે ફાંસો ખાધેલો મળી આવ્યો હતો