ગાંધીનગરના ઉદ્યોગ ભવનની GIDCની વડી કચેરીમાં લાગી આગ, 3 કલાકે આગ પર મેળવાયો કાબુ

ગાંધીનગરના ઉદ્યોગ ભવનની જીઆઈડીસીની કચેરીમાં આજે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. કચેરીના પ્રથમ માળની ઓફિસમાં અચાનક આગ લાગી હતી. ઓફિસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું હતું. જો કે આગ પર કાબુ 3 કલાકની જહેમત બાદ મેળવાયો હતો.

આગના કારણે પ્રથમ માળે આવેલી અન્ય ઓફિસોને પણ ભારે નુકસાન થયું હતું. આ સમગ્ર મામલે FSLની ટીમે તપાસ હાથ ધરી છે. GIDCની ઓફિસના નુકસાનોનો સર્વે પણ કરવામાં આવશે.