મે. પોલીસ મહાનીરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ બોર્ડર રેન્જ ભુજ ની સુચના અનુસંધાને તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ- ભુજના પોલીસ ઈન્સપેકટર શ્રી બી.એસ.સુથાર સાહેબના માર્ગદર્શન મુજબ આજરોજ પો.સબ.ઇન્સ. પી.બી.ઝાલા તથા એ.એસ.આઇ.વિક્રમસિંહ ગાંડાજી તથા પો.કોન્સ નિકુંજકુમાર દશરથભાઇ તથા આ.પો.કો.વિજયકુમાર જસવંતલાલ તથા આ.પો.કો. પ્રકાશચંન્દ્ર અમૃતલાલ આર.આર.સેલ બોર્ડર રેન્જ ભુજ નાઓ સાથે માવસરી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.પો.કો. પ્રકાશચંન્દ્ર અમૃતલાલ આર.આર.સેલ બોર્ડર રેન્જ ભુજ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે બરડવી ગામ નજીક સીમ પાસે એક મારૂતી સુઝુકી કં૫નીની સ્વિફટ ડીઝાયર ગાડી નંબર GJ-08-BF-1196 ના ચાલક કરણસિંહ ભમ્મરસિંહ ચૌહાણ રહે મડાલી તા.વાવ જી. બનાસકાંઠા વાળા ઓ પોતાની ગાડીમાં વિદેશી દારૂ તથા બિયરની અલગ-અલગ કુલ બોટલ નંગ-૪૬૨ કિંમત રૂ.૪૧,૧૬૦/- ની તથા સ્વિફટ ડીઝાયર ગાડી કિ.રૂ.૩,૫૦,૦૦૦/- ની કુલ મુદામાલ કિં.રૂ.૩,૯૧,૬૬૦/- સાથે આરોપી પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી પ્રોહીબિશન એકટ કલમ-૬૫(એઈ),૧૧૬(૨),૯૮(૨),૯૯ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સરહદી વિભાગ- ભુજ ના પો.સબ ઈન્સ પી.બી.ઝાલા તથા એ.એસ.આઈ. વિક્રમસિંહ ગાંડાજી પો.કોન્સ.નિકુંજકુમાર દશરથભાઈ આ.પો.કોન્સ. વિજયકુમાર જશવંતલાલ તથા આર.આર.સેલ ભુજ ના આ.પો.કોન્સ. પ્રકાશચંદ્ર અમૃતલાલનાઓ જોડાયેલ હતા.