(સરકાર જાણે કે ખેડુતો ઉપર બહુ મોટો “ ઉપકાર “ કરી રહી હોય તેવી “ ધાડ “ મારે છે તે “ હાસ્યાપદ “છે: શ્રી ઠુંમ્મર)કૃષિ ક્ષેત્રનું નહીંવત જ્ઞાન ધરાવતી અને ૨૦૧૭ થી ૨૦૨૨ સુધીના પાંચ વર્ષના ગાળામાં ખેડુતોની આવક બમણી કરવાના સપના દેખાડતી કેન્દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી વિરજીભાઇ ઠુંમરે આજરોજ અત્રે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, રાજયની રૂપાણી સરકારે ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની કેન્દ્રની મોદી સરકારને કરેલી દરખાસ્ત અન્વયે કેન્દ્રની મોદી સરકારે જાણે કે દરખાસ્તનો અભ્યાસ કર્યા વગર જ ચણાનાં અંદાજીત ઉત્પાદનના ૨૫ ટકા જથ્થો (૧.૩૬ મેટ્રીક ટન) ટેકાના ભાવે ખરીદવાની મંજુરી આપેલ છે તેમાં ૧.૫ હેકટર એટલે કે ૧૦ વીઘાથી ઓછાં ચણાનાં વાવેતર વિસ્તાર ધરાવતાં રજીસ્ટ્રર્ડ ખેડુતો પાસેથી પ્રતિ હેકટર એટલે કે ૭ વીઘાદીઠ ૩૬૦ કિલોગ્રામ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજય સરકારે નકકી કર્યું છે તેથી ચોક્કસપણે એમ કહી શકાય કે કેન્દ્રની મોદી સરકાર અને રાજયની રૂપાણી સરકાર ચણા ઉત્પાદક ખેડુતો ઉપર જાણે કે બહુ મોટો “ ઉપકાર “ કરતી હોય તેમ ખેડુતોને ચણાની ટેકાના ભાવે ખરીદી કરવાની “ લોલીપોપ “ બતાવીને ખેડુતોની “ મશ્કરી “ કરી રહી હોય તેમ લાગે છે એમ કે, એક વીઘામાં ઓછાંમાં ઓછાં ૨૦ મણ ચણાના ઉત્પાદન પ્રમાણે ૭ વીઘામાં સરેરાશ ૧૪૦ મણ જેટલા ચણાનું ઉત્પાદન થાય તેની સામે પ્રતિ હેકટર માત્ર ૩૬૦ કિલોગ્રામની મર્યાદામાં ચણાની ટેકાના ભાવે ખરીદી કરીને રૂપાણી સરકાર જાણે કે ખેડુતો ઉપર બહુ મોટો “ ઉપકાર “ કરી રહી હોય તેવી “ ધાડ “ મારે છે તે “ હાસ્યાપદ “ છે.( રીપોર્ટર : આદીલખાન પઠાણ : બાબરા )