ગુજરાતે જાહેર કરેલું 14000 કરોડનું આત્મનિર્ભર પેકેજ

કોરોના વાઈરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર-ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્બર બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂા. ૧૪૦૦૦ કરોડના પૅકેજની આજે જાહેરાત કરી છે. ગુજરાતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ઉદ્યોગોને મૂડી અને વ્યાજની ચૂકવણીમાં ગુજરાત સરકારે રૂા. ૭૬૮ કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે.ટેક્સટાઈલ ઉદ્યોગને પણ વ્યાજ અને મૂડીની ચૂકવણીમાં રૂા. ૪૫૦ કરોડની, મેગા ઇન્ડસ્ટ્રાઝને રૂા. ૧૫૦ કરોડની રાહત આપવામાં આવશે. તેમ જ વાજપેયી બૅન્કેબલ યોજના હેઠળ ઉદ્યોગોને રૂા. ૧૯૦ કરોડની સબસિડીની સત્વરે ચૂકવણી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ જ રીતે સોલાર રૂફટોપ યોજના હેઠળ રૂા.૧૯૦ કરોડની અને ગુજરાત એગ્રો-ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનને રૂા. ૯૦ કરોડની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દુકાનો, ઑફિસો, હોટેલ્સ, રેસ્ટોરાં, દવાખાના, અને નર્સિંગ હોમ્સને વાર્ષિક પ્રોપર્ટી ટેક્સની ચૂકવણીમાં ૨૦ ટકાની રાહત આપી છે. તેને પરિણામે સરકારને માથે રૂા.૬૦૦ કરોડનો ખર્ચબોજ આવશે. હસમુખ અઢીયાના વડપણ હેઠળની કમિટીના વચગાળાના અહેવાલને આધારે આત્મનિર્ભર પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે. વેપાર-ઉદ્યોગોની નાણાંભીડ ઓછી કરવા આ નિર્ણય લેવાયો છે. કોવિડ-૧૯ મહામારીથી ઉદભવેલ પ્રતિકૂળ આથક પરિસ્થિતિમાં રાજયના અર્થતંત્રને પુનથ વેગવંતુ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે પ્રસ્તુત જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સમાજના નાનામાં નાના છેવાડાના ગરીબ-વંચિત-પીડિત-શ્રમિક-નાના વેપારી-ઊદ્યોગ ધંધા રોજગાર સૌના હિતની પ્રતિબદ્ધતા સાથે સમાજના દરેક વર્ગને સાથે રાખીને આગળ વધવાની માનસિકતા સાથે આ પૅકેજની જાહેરાત કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલા રૂ. ૧૪૦રર કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજમાં પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી પેટે રૂા. ૨૩૦૦ કરોડની રાહતો આપવાની જાહેરાત કરવામાં આવી છે વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાષક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે.જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ૨૦૨૦-૨૧ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવામાં આવશે તો ૧૦%ની માફી આપવામાં આવશે. તેનોલાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે.માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. ૬૫૦ કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે. અંદાજે ૩૩ લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી કુલ રૂ. ૨૦૦ કરોડનો રાહત મળશે. ઉપરાંત વીજળીનું લૉ ટેન્શન ઇન્ડસ્ટ્રીયલ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે ૨૦૨૦ના ફિકસ ચાજસમાં રૂ. ૪૦૦ કરોડની રાહત આપવામાં આવી છે.ફિક્સ ચાજસના ચુકવણા સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવી છે. વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી.તેમને આથક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. તેનો ૩૦ લાખ જેટલા દુકાનદારો, વેપારીઓ, કારીગરોને રૂા. ૮૦ કરોડનો લાભ મળશે.રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-૨૦૨૦ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીના ૬ મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત ૬૩ હજાર વાહન ધારકોને રૂ. ૨૨૧ કરોડની રોડ ટેક્ષ માફી મળશે. રાજ્યના ૩૨૦૦ કરતા વધુ વેપારીઓને રૂ.૧,૨૦૦ કરોડનું પડતર વેટ અને ય્જી્ રિફંડ ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે. ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ અને પહેલી એપ્રિલ ૨૦૧૭થી ૩૦મી જૂન ૨૦૧૭ સુધીની આકારણીની કામગીરીમાં રૂા.૧૦ કરોડથી ઓછું વાષક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટીસ પરત ખેંચવામાં આવશે. આ વેપારીઓ પૈકી આંતરરાજ્ય વેચાણો ધરાવતા વેપારીઓના કિસ્સામાં કેન્દ્રીય કાયદા મુજબ માત્ર ધારાકીય ફોર્મ પુરતી જ આકારણી હાથ ધરાશે.આ પગલાંથી એક લાખથી વધુ કરદાતાઓને લાભ થશે. પરંતુ અન્વેષણના કેસો, બોગસ બિલિંગના કેસો, વેરાશાખમાં વિસંગતતા હોય તેવા કેસો, રિફંડનાં કેસો, જે કિસ્સાઓમાં અગાઉ મોટી રકમનું માંગણું ઉપસ્થિત થયું હોય તેવા અને જે કિસ્સામાં મોટી રકમની વેરાશાખ જી.એસ.ટી.માં તબદીલ કરી હોય તેવા તમામ કેસોમાં નિયમિત આકારણી હાથ ધરાશે.વેરા સમાધાન યોજના-૨૦૧૯ હેઠળ ૧૫ માર્ચ ૨૦૨૦ સુધી પ્રથમ હપ્તો ભર્યો છે તેઓને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે ૨૬ હજાર વેપારીઓને લાભ મળશે. વેટ અને કેન્દ્રીય કાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્તમ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા વાષક ૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જ્યારે બાકીના ૪ ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે.આ ધિરાણ લાભાર્થીઓને ત્રણ વર્ષની મુદત માટે આપવામાં આવશે, જે પૈકી પ્રથમ છ માસ નો સમયગાળો મોરેટોરીયમ પિરિયડ ગણાશે. આથી લાભાર્થીને ૬ માસ દરમિયાન કોઈ હપ્તો ભરવાનો રહેશે નહીં. ત્યારબાદ લાભાર્થી દ્વારા ધિરાણની રકમ ૪ ટકાના વ્યાજ સહિત ૩૦ સરખા માસિક હપ્તામાં પરત ચૂકવવાની રહેશે. આ માટે રુા. ૩૦૦ કરોડ ફાળવવામાં આવશે.