ધાંગધ્રા તાલુકાના ચંદ્રસર ગામના તળાવ પાસે મોરના ત્રણ મૃતદેહ મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લાનાધાંગધ્રા તાલુકાના ચંદ્રસર ગામના તળાવ પાસે મોરના ત્રણ મૃતદેહ મળ્યા છે. આ બનાવની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મોરના મોત અંગે તપાસ હાથ ધરી છે.