મોરબીના પીપળી નજીક કારમાં દેશી દારૂ સાથે માળીયાનો આમીન જામ ઝડપાયો

મોરબી તાલુક પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપર હાઈવે રોડ પીપળી નજીકથી પસાર થતી કાર નં એમએચ ૦૪ સીટી ૯૬૭૭ ને આંતરી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ લીટર ૧૮૦ કીમત રૂ ૩૬૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દેશી દારૂનો જથ્થો અને કાર સહીત કુલ રૂ ૫૩,૬૦૦ ના મુદામાલ સાથે આરોપી આમીન આદમ જામ રહે માળીયા વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે