રાણપુર તાલુકાના ખસ ગામની સીમમાંથી બોટાદ તથા અમદાવાદ ના છ શકુનીઓને રોકડ રૂ.૫૫,૪૫૦/- તથા જુગારના સાધનો મળી કુલે રૂ. ૭૧,૯૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી રાણપુર પોલીસ ટીમ

શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવુતી સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ હાલમાં વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસCOVID-19 ની બીમારી નો ફેલાવો અટકે તે સારૂ લોકડાઉન ની અમલવારી કરાવવા તથા દારૂ/જુગાર ની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદીપસિંહ નકુમ નાઓએ માર્ગદર્શન આપવામાં આવેલ* જે અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.સી.સગર તથા રાણપુર પોલીસ સ્ટાફ ખાનગી રાહે મળેલ હકીકત આધારે તા.૯/૬/૨૦૨૦ ના રોજ ક.૦૦/૦૫ વાગે રાત્રીના સમયે ખસ ગામની સીમમાં નર્મદા કેનાલની બાજુમાં રેઇડ કરતા લાઇટના અજવાળે ગંજીપાના ના પત્તાવડે હારજીતનો જુગાર રમતા (૧) ઘનશ્યામસિંહ રાયસંગભાઇ ગોહીલ રહે.બોટાદ, પંજવાણી કાંટા સામે, કૈલાશનગર તા.જી.બોટાદ મુળ રહે.મોજીદડ તા.ચુડા જિ.સુરેન્દ્રનગર (૨) સિંકંદરખાન દિલાવરખાન ઉર્ફે બાબાભાઇ પઠાણ રહે.બોટાદ, લાતી બજાર, કાદરશેઠની વાડી તા. જી.બોટાદ (૩) મદારસિંહ મહોબતસિંહ ગોહીલ રહે.બોટાદ, ભાવનગર રોડ, ઝવેરનગર પ્લોટ નં.૭૫ તા.જી.બોટાદ (૪) ભાવિકભાઇ પ્રવિણભાઇ પટેલ રહે.અમદાવાદ, સી-૧૪૫, નયનનગર, પાયલ પાર્ક, સૈજપુર,-બોઘા (૫) કિરણભાઇ બાબુભાઇ પટેલ રહે.અમદાવાદ, ઘાટલોડીયા, એ-૫૦૪, રત્નદિપ ટાવર શીપીનગરની પાસે (૬) ભરતસિંહ તખતસંગ ડોડિયા રહે.બોટાદ ગઢડારોડ, ઘનશ્યામનગર, શિવાલયની બાજુમા તા.જી.બોટાદ વાળા તમામને રોકડ રૂ.૫૫,૪૫૦/- તથા ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કીમત રૂ.૧૬,૫૦૦/- તથા જુદા જુદા કલરનાપ્લાસ્ટીકના ટોકન નંગ ૧૪૫ કિ.રૂ.૦૦/૦૦ તથા એક કપડાનુ પાથરણુ કિ.રૂ.૦૦/૦૦ ના મળી કુલે રૂ.૭૧,૯૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધાર-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તા.૯/૬/૨૦૨૦ રીપોર્ટર અશોક સગર તળાજા

રિપોર્ટ : એજાજ શેખ ભાવનગર