શરાબના કેસમાં જામીનમુક્ત થયેલા વૃધ્ધ આરોપીનું દવા પિ લેતા મોત

જૂનાગઢ: બાંટવા ખાતે રહેતા વૃધ્ધ પ્રથમ વખત દારુના કેસમાં પોલીસે પકડતા જામીન પર છુટ્યા બાદ તેને આઘાત લાગી જતાં મગજનો એટેક આવી જતાં મોત નોંધાયું હતું.
આ અંગેની બાંટવા પોલીસમાંથી મળતી વિગત મુજબ બાંટવા ભીમનાથ રોડ પર રહેતા રબારી ધનાભાઇ ગોગનભાઈ મોરી (ઉ.67) ગત તા. 4-6-2020નાં બાંટવા પોલીસે ઇંગ્લીશ દારુનાં કેસમાં તેમને પકડી પાડેલ બાદ જામીન પર છુટ્યાબાદ તે ક્યારેય દારુના કેસમાં પકડાયેલ ન હોય પ્રથમ વખત પકડાતાં તે બાબતે ચિંતામાં ને ચિંતામાં આઘાતના કારણે મગજનો એટેક આવી જતાં ગઈકાલે ધનાભાઈ ગોગનભાઈ મોરીનું મોત નોંધાયું હતું. બનાવની તપાસ બાંટવા પીએસઆઈ કે.કે. મારુએ હાથ ધરી છે.
દવા પીતા મોત
કેશોદથી 5 કિ.મી. દૂર સંકલ્પ ઇન્ડસ્ટ્રીઝ નામના સીંગદાણાના કારખાનામાં કામ કરતા અને સોંદરડા ગામે રહેતા પઠાણ નિશાબેન મક્કરમઅલી (ઉ.18) એ ગત તા. 10-6ના રોજ ભુલથી ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મોત નોંધાયું હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં દિપક કનુભાઈ ચુડાસમા (ઉ.20)એ કોઇ અગમ્ય કારણોસર તેના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં મોત નોંધાતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.