દીવમાં બ્યુટીફિકેશન પ્રોજેકટનો સામાન તસ્કરી કરનાર ૯ની અટક

દીવના નાગવા માં બ્યુટીફીકેશન પ્રોજેક્ટનું કામ ચાલુ છે લોક ડાઉંન માં કોન્ટ્રાક્ટર અને શ્રમિકો પોતપોતાના ગામી જતા રહ્યા હોવાથી ક્ધસ્ટ્રક્શન સાઇટ ઉપર રેતી પથ્થર સિમેન્ટ ગ્રેનાઇટ વગેરે માલસામાન આમને આમ રોડ પર પડેલો હતો. મોકાનો ફાયદો ઉઠાવતા અમુક લોકો દ્વારા આ વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. ચોરીની બાતમી મળતા દીવ એસપી હરેશ્વર સ્વામી ડીવાયએસપી રવિન્દ્ર શર્મા પીઆઇ પંકજ ટંડેલ, વણાકબારા એસ એએચ ઓ દિપક વાજા વગેરે ઘટનાસ્થળે પહોંચી અને સર્ચ ઓપરેશન હાથ ધરતા લોકોના ઘરો અને ખેતરોમાંથી ૩ ટેકટર જેટલો માલ સામાન પકડી પાડ્યો.( આશરે ૧૦થી ૧૫ લાખ)જેના અનુસંધાને દીવ પોલીસે નવ શખ્સોની અટકાયત કરી તેને કોર્ટમાં રજૂ કરતા છ શખ્સોનો રિમાન્ડ મંજૂર થયેલી હતી કેસની તપાસ પી.એસ.આઇ દીપક વાજા કરી રહ્યા છે.