જુણા ગામમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતાં વીજળીના કરંટથી 8 બકરાના મોત

કચ્છ જીલ્લામાં ઘણા ગામડાઓમાં અતિવૃષ્ટિ થઈ હતી તેવામાંજ જુણા ગામે ભારે ગાજવીજ સાથે તા.11/6/2020 ના રોજ વરસાદ પડતાં સાંજે 7:30 વાગ્યાના સમયની આસપાસ વીજળીના કરંટથી 8 બકરાના મોત નિપજ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રાના સમાઘોઘા ખાતે પણ વીજળી પડતાં 4 ગૌમાતાના મોત નિપજ્યાં હતા. તો જુણા ગામે પણ આ બનાવ બનતા પશુપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.