મોટી ચીરઈમાં વાહનના શો-રૂમમાંથી ર.૯૩ લાખના સાધનોની તસ્કરી

ગાંધીધામ : ભચાઉ તાલુકાના મોટી ચીરઈ ગામે આવેલા વાહનના શો-રૂમમાંથી રૂા.ર.૯૩ લાખના બેટરી, ટાયર સહિતના સાધનોની તસ્કરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ભચાઉ પોલીસ મથકે કેયુરભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝાએ અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ મોટી ચીરઈમાં આવેલ સિલેન્ડ ટ્રેકિંગ કંપનીના ખુલ્લા વર્કશોપમાં સાઈડના ખેતરમાંથી પ્રવેશ મેળવી ગ્રાહકોના વાહનોના ટાયરો અને બેટરીની તસ્કરી કરવામાં આવી હતી. ગ્રાહકોના વાહનો ટ્રક અને ટેન્કરના ટાયરો ડીસ સાથે નંગ ૧૬ કિંમત રૂા.ર લાખ ર૪ હજાર અને ૬ બેટરી કિંમત રૂા.૩૦ હજાર તેમજ ૬૦૦ લિટર ડિઝલ કિંમત રૂા.૩૯,૬૦૦ મળી કુલ રૂા.ર૯૩૬૦૦નો મુદ્દામાલ ચોરી થયો હોવાની ફરિયાદ ભચાઉ પોલીસ સ્ટેશને નોંધાઈ હતી.