રબ્બર ફેકટરી પાસેથી ચોરાઉ હોન્ડા મો.સા. સાથે એક ઇસમને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરીઓનાં તથા અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તાઠરમાં વણશોધાયેલ ઘરફોડ ચોરીનાં તથા વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા અંગે શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન રૂપાણી સર્કલ પાસે આવતા હકિકત મળેલ કે, રબ્બર ફેકટરી સામે જવાહર મેદાના ગેટ પાસે એક ઇસમ સિલ્વર કરલનું નંબર વગરનું ચોરાઉ મોટર સાયકલ સાથે ઉભો છે. જેથી તુરતજ બાતમી વાળા સ્થળ ઉપર જતા ઉપરોકત વાહન સાથે એક ઇસમ મળી આવતા તેને પકડી નામ સરનામું પુછતા અલ્પેશભાઇ ઉર્ફે ભાણો ઉર્ફે ઘુઘો ભનજીભાઇ મકવાણા ઉવ.૨૪ રહે. ચિત્ર સિંદસર રોડ પાણીની ટાંકી પાસે મફતનગર ભાવનગર મુળ ગામ માલણકા જુની નિશાળ પાસે તા.જી.ભાવનગર વાળો હોવાનું જણાવતા તેની પાસેના હોન્ડા મોટર સાયકલના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા અને સંતોષ થાય તેવો કોઇ ખુલાસો નહી કરતા સદરહું નંબર વગરનું કાળા કલરનું હોન્ડા ચોરી કરી અગર છળ કપટથી મેળવાની હકિકત જણાતા કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી.૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરવામાં આવેલ અને મજકુરને ઘોરણસર અટકાયત કરવામાં આવેલ મજકુરની સધન પુછપરછ કરતા સવા વર્ષ પહેલા સરદારનગર સિન્ઘુ કેમ્પ સંત પ્રભારામ હોલની બાજુ વાહન પાર્કિંગ ઉપરથી ચોરી કરેલાની કબુલાત કરતા સદરહું બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૪૨/૨૦૧૯ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુન્હો નોઘાયેલ જે બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે પોલીસ ઇન્સ. શ્રી. ઘોઘારોડ પોલીસ સ્ટેશન ભાવનગર ને સોપી આપી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.