રૂવાપરી રોડ સાંઢીયાવાડ સંચિતનીવાસ સહિતના વિસ્તારોમાં જીઈબીના ધાંધિયા

ભાવનગર શહેર ના રૂવાપરી રોડ સાંઢીયાવાડ સંચિત નિવાસ તેમજ આજુબાજુના વિસ્તારોમાં PGVCL પાવરની વધઘટ તેમજ વીજળી ઝબુક ની ફરિયાદો અહીંના રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ રોજબરોજ આ વિસ્તારમાં ૨૪ કલાકમાં ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે તેમજ પાવર વધ ઘટ થઈ જાય છે આ વિસ્તારના લોકો એ જણાવ્યા અનુસાર પાવર વધ ઘટ ની કમ્પ્લેન અનેકવાર પીજીવીસીએલના ફરિયાદ વિભાગ ને કરી છતાં અમારી ફરિયાદ અધિકારીઓ દ્વારા ધ્યાન પર લેવામાં આવતી નથી જેમાં પાવર વધ ઘટના કારણે આ વિસ્તારના રહેવાસીઓના પંખા એસી ફ્રિજના કોમ્પ્રેસર બળી ગઈ હોવાનું પણ જાણવા મળેલ છે આ વિસ્તારમાં ક્યારે વીજળી ઝબુક ઝબુક નો પ્રશ્ન દૂર થશે એવું અહીંના રહીશો દ્વારા ચર્ચાઈ રહ્યું છે આ જીઈબી ના ધાંધિયા થી રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે જો આ વિસ્તારોમાં આ પ્રશ્ન હલ નહી થાય તો આ વિસ્તારોના લૌકોએ જીઈબી ઓફીસે ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારી છે