હથિયારના ડીલર સાથે અન્ય બે શખ્સોને વધુ-6 ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પશ્ચિમ-કચ્છ,ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સુભાષ ત્રિવેદી સાહેબ, સરહદી રેન્જ,ભુજ તથા પોલીસ અધિકાર સૌરંભ તોલંબિયા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના અનુસાર પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.એસ.જે.રાણાનાઓની રાહબારી હેઠળ એલ.સી.બી સ્ટાફના કર્મચારીઓ દ્વારા તા.8/6/2020 ના રોજ ખાનગી બાતમી હકીકત આધારે ગ્રે કલરની બ્રેઝા કાર જેના રજીસ્ટર નંબર.GJ-12-DG-9488 વાળીમાંથી બે શખ્સો (1)અનવર કાસમ લોહાર,(ઉ.વ)29,રહે.રોયલસીટી,અંજલીગનર બાજુમાં પ્લોટ નં.237 ભુજ-5 તથા (2) અકરમ ઉર્ફે શિકારી અજીમ થેબા, (ઉ.વ 30) રહે લાલટેકરી ભાવેશ્વર નગરની બાજુમાંવાળાઓની ગે.કા.વગર લાઈસન્સ વાળી (1)એક 0.22 સ્પોકિંગ રાયફલ કિંમત રૂ.30,000/તથા (2) એક દેશી હાથ બનાવટી બંદૂક કિંમત રૂ.2000/- તથા કારટીસ નંગ -5 સાથે પકડી ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલ.   

        જે ગુના કામેની તપાસ દરમાયન ખુલવા પામેલ કે અમદાવાદનાં તરુણ ગુઓતાએ આ હથિયર તેના તરુણ ગણ શોપવામાં થી ગેરકાયદેસર રીતે વગર લાયસન્સે આપેલ છે જેથી  ગેરકાયદેસર હથિયારોની સ્પલય કરનાર ડીલર ગણ તરુણ દેવ પ્રકાશ ગુપ્તા ઉ.વ 48 રહે બી 102,ગોયલ ટેરેસ જજીસ બંગલા રોડ બોડકદેવ અમદાવાદ વાળાને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ રિમાન્ડ પર રહેલા આરોપી અકરમ થેબાએ અન્ય શખ્સોને હથિયાર આપેલ હોવાની હકીકત જણાવતા અન્ય આરોપીઑ (1) સુલેમાનસા ઉર્ફે બાબા મામદસા શેખ ઉ.વ. 38 રહે  મદીના નગર -2 ગંગા નાકા પાસે અંજાર તા.અંજાર વાળાને બે સિંગલ બેરલ બારબોર ગે.કા. વગર લાયસન્સ વાળા હથિયારો સાથે તેમજ (2) મુસ્તફા ઉર્ફે સદામ ગુલામસા શેખ ઉ.વ. 25 રહે આદિપુર તા. ગાંધીધામ વાળાને એક 0.22 સ્પોકિંગ રાયફલ એક પંપ એકસલ   રાયફલ તથા એક સ્ટાર્ટર એમ કુલ 4 ગે.કા વગર લાયસન્સ વાળા હથિયારો સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.