કેશોદના સોંદરડા બાયપાસ પર વેરાવળના ભાલપરાના યુવાન અને યુવતીએ ઝેરી દવા પી કરી આત્મહત્યા

કેશોદ: સોંદરડા હાઈવે પરની પટેલની વાડીમાં સોમનાથ જિલ્લાના યુવાન યુવતીએ સજોડે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ધટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આપધાત કરનાર વિપુલ ભાઈ લાખાભાઈ ઝાલા (ઉ. વ. 29) તથા શાન્તાબેન જયેશભાઇ નાધેરા (ઉ. વ. 28) વેરાવળથી ચાર કિ.મી.ના અંતરે આવેલ ભાલપરા ગામના હાવાનુ કેશોદના પ્રતિનિધી કિશોરભાઈ દેવાણીનો સંદેશો જણાવેછે. આપધાતની ધટના બહાર આવતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મુતયુ પામનાર બંને યુવક યુવતી સોમનાથ જીલ્લા ના હોવાનું જાણવા મળ્યું છે અને ક્યાં કારણોસર તેમણે આપધાત કયાૅ છે તેની હજુ સુધી કોઈ વિગત પ્રાપ્ત થયેલ નથી અને બંને મૂતક વ્યક્તિ ને પી. એમ. માટે કેશોદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હાલ બનાવ ની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે