ડભોઇ રોડ પર પડેલા ઝાડ સાથે બાઈક ટકરાતાં યુવકનું કરૂણ મોત

ડભોઇ તાલુકાનાં મંડાળા ગામના રહેવાસી યુવક વડોદરા રણજીતનગર કંપનીમાંથી નોકરી કરી મોડી રાતે ઘરે પરત ફ્રી રહ્યો હતો તે અરસામાં રાત્રીના પડી રહેલા ભારે પવન સાથે વરસાદમાં નારીયા ગામ નજીક રસ્તા પર એક ઝાડ પડી ગયું હતું. જેમાં બાઇક અથડાતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
ડભોઇ તાલુકાનાં મંડાળા ગામે રહેતા પિયુષભાઈ મહેશ ચંદ્ર ઉર્ફે મનોજભાઈ બારોટ વડોદરા ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ કંપનીમાથી નોકરી કરી પોતાની મોટર સાઇકલ નંબર જી.જે.૦૬.કે.બી.૨૭૫૬ લઈ મંડાળા તેના ઘરે પરત આવી રહ્યો હતો તે અરસામાં રાત્રીના ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે રસ્તા પર એક વૃક્ષ તુટી પડયું હતું, જે પિયુષભાઈને નજરમા ન આવતા મોટર સાઇકલ રોડ પર પડેલા ઝાડમાં અથડાઈ હતી.
જેને પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ડભોઇ પોલીસ ને આ વાતની જાણ થતાં મૃતકને ડભોઇ રેફ્રલ હોસ્પિટલ લાવી પોસ્મોટમ માટેની કાર્યવાહી હાથ ધરી મૃતકના પરીવારજનોને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.