મોરબી નજીક હાઇવે રોડ ક્રોસ કરતા આઈસર ચાલકે ઠોકરે ચડાવતા યુવાનનું ઘટના સ્થળે જ મોત

મોરબી નજીક હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા ટ્રક ડ્રાઈવરને રોંગ સાઈડમાં આવતા આઈસર ચાલકે ઠોકરે ચડાવતા રાજસ્થાની યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું છે  બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જુના નાગડાવાસ નજીક આજે અકસ્માત સર્જાયો હતો જેમાં રાજસ્થાનનો ટ્રક ડ્રાઈવર બિલ્ટી આપી ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરતો હોય ત્યારે રોંગ સાઈડમાં આવતા આઈસરના ચાલક ટ્રક ડ્રાઈવરને ઠોકરે ચડાવ્યો હતો જેં અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર અશોકકુમાર રહે રાજસ્થાન વાળાનું ઘટનાસ્થળે મોત થયું હતું બનાવને પગલે તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે