બિલ્ડરની માતાનું FB એકાઉન્ટ હેક કરી મહિલાઓ પાસે બીભત્સ માંગણી કરતો રત્નકલાકાર પકડાયો

અમદાવાદ: બિલ્ડરના માતાનું FB એકાઉન્ટ હેક કરી તેઓની પરિચિત મહિલાઓ સાથે મેસેન્જરથી બિભસ્ત ભાષામાં વાતચીત અને બિભસ્ત માંગણી કરનાર હીરાઘસુને સાયબર સેલની ટીમે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૂળ અમરેલીનો વતની એવો આરોપી હાલ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. નવરંગપુરાના બિલ્ડરની માતાએ પાસવર્ડ ભૂલી જતાં નવું એકાઉન્ટ ખોલી તેનો ઉપયોગ શરૂ કર્યો પણ જુના FB એકાઉન્ટને ડિએક્ટિવેટ નહોતું કર્યું. તેનો લાભ લઇ કોઈ અજાણી વ્યક્તિ આ  એકાઉન્ટનો ઉપયોગ કરી બિભત્સ માગણી કરતો હોવાનું જણાયું હતું. કોઇ નબીરો બિલ્ડરની માતાનું જુનું  FB એકાઉન્ટ હેક કરી તેમાં  પાસવર્ડ નાખી તેનો ઉપયોગ કરતો હતો. આરોપીએ આ એકાઉન્ટમાં મેસેન્જરથી બિલ્ડરની માતાની પરિચિત મહિલાઓ અને સગા સબંધીઓ સાથે અભદ્ર ભાષામાં વાતચીત શરૂ કરી બિભસ્ત માંગણીઓ કરી હતી.