કીંખલોડ નજીક ટ્રકે બાઈકને ટક્કર માર્યા પછી ચાલકના મોઢા પર ટ્રકનુ પૈડું ચડી જતાં મોત

આંકલાવ તાલુકાના કીંખલોડ ગામની કાઠીયાવાડી હોટલ પાસે આજે વહેલી સવારના અરસામાં પુરપાટ ઝડપે જતી એક ટ્રકે આગળ જતા બાઈકને ટક્કર માર્યા બાદ નીચે પટકાયેલા ચાલકના મોઢા ઉપર ટ્રકનું તોતીંગ પૈડું ફરી વળતાં તેનું સ્થળ પર જ મોત થયું હતુ. આ અનુસાર ભાદરણ પોલીસે અકસ્માતનો ફરિયાદ દાખલ કરીને તપાસહાથ ધરી છે….