સારોલમાં તગારા મુદ્દે ૨ પરિવારો વચ્ચે મારામારી : ત્રણ ગંભીર

બોરસદ તાલુકાના સારોલ ગામની ગણેશપુરા સીમમાં ગઈકાલે સવારના સુમારે તગારા મુદ્દે બે પરિવારો વચ્ચે મારમારી થતાં ત્રણને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અનુસાર ભાદરણ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ફરિયાદો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.