હાડગુડ, ધુવારણ અને કાસોરમાં જુગાર રમતાં ૧૮ ઇસમો પકડાયા

આણંદ નજીક આવેલા હાડગુડ, ખંભાત તાલુકાના ધુવારણ અને ઉમરેઠ તાલુકાના કાસોર ગામે પોલીસે દરોડાઓ પાડીને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં કુલ ૧૮ શખ્સોને ૨૭ હજાર ઉપરાંતની રોકડ સાથે પકડી પાડીને જુગાર ધારાની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેર પોલીસે આજે બપોરના અરસામાં હાડગુડના અબ્બાસપાર્કમાં છાપો મારીને દિલાવરઅલી અબ્બાસઅલી સૈયદ, તનવીરઅલી અનવરઅલી સૈયદ, ઈરફાન મહંમદભાઈ દિવાન, શોએબ અલીહુસેન સૈયદ, મુકેશભાઈ જગદીશભાઈ સોલંકી, નશરૂદ્દીન ફકરૂદ્દીન સૈયદ, શકીલ મહંમદશરીફ કાઝી, અલીહુસેન કાસમઅલી સૈયદ, મનુભાઈ રઈજીભાઈ સોલંકી અને શબ્બીરઅલી અબ્બાસઅલી સૈયદને ઝડપી પાડીને દાવ પરથી ૩૨૫૦, અંગજડતીમાંથી રોકડા ૧૨૨૦૦ તેમજ ૮ મોબાઈલ સાથે કુલ ૩૯૪૫૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે  કરવામાં આવ્યો હતો.

બીજા બનાવમાં ખંભાત રૂરલ પોલીસે આજે સાંજના સુમારે ધુવારણ ગામના ડોસલી માતાના મંદિર નજીક છાપો મારીને પત્તા પાનાનો જુગાર રમતાં નટવરસિંહ ભગવાનસિંહ સિંઘા, વિજયભાઈ અદેસિંહ સિંઘા અને દશરથભાઈ સોમાભાઈ માછીને ઝડપી પાડીને તેઓની પાસેથી રોકડા ૮૭૩૦ જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ભાલેજ પોલીસે કાસોરના રામદેવપુરા સીમમાં છાપો મારીને અંબાલાલ શનાભાઈ પરમાર, દિલીપભાઈ કાળુભાઈ ગોહેલ, પ્રવિણભાઈ છાસટીયા, વિનોદભાઈ જશવંતભાઈ છાસટીયા તેમજ અમીતભાઈ સુધનભાઈ છાસટીયાને પકડી પાડીને તેઓની પાસેથી રોકડા ૩૧૫૦ કબ્જે કરીને તપાસ હાથ ધરી હતી.