ભુજ નગરપાલિકા નો સ્વરછ તા અભિયાન ફેલ લેવાપટેલ હોસ્પિટલ થી મામલતદાર કચેરી સુધી ગટર ના પાણી વહેતા થયા

લોક આરોગ્ય સામે ખતરો આ ગટર સમસ્યાનો નિકાલ લાવવામાં ભુજ નગર પાલિકાનું તંત્ર નિષ્ફળ

ભુજ લેવાપટેલ હોસ્પિટલ થી મામલતદાર કચેરી સુધી ગટર ના પાણીનો પ્રશ્ન નગર પાલિકાનું તંત્ર ઉકેલી શક્યુ નથી. ભુજ નાગરપલિકા દ્વારા અનેક જ્ગ્યા એ ગટર લાઈન નાખવામાં આવી છે. પણ જે વિસ્તારોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે છતાં તે વિસ્તરોમાં માં ગટર ના પાણી રોડ પર જોવા મળી રહ્યા છે આ રોડ ઉપર વારમ વાર ગટરનું પાણી આવી રહ્યું છે. આથી ત્યાં આસ પાસ હોસ્પિટલ તેમજ મામલતદાર કચેરી પણ આવેલી છે આથી લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે.હવે તો આ ગટર નું પાણી જૂની મામલતદાર ઓફિસ માં જતાં જોવા મળ્યું છે.ગટર ના પાણી મામલતદાર કચેરી માં ભરાયા પણ ભરાયા છે. શું હવે ભુજ નગર પાલિકા આ ગટર નું કામ કરાવશે કે નહીં તે જોવાનું રહ્યું.