સરીતા સોસાયટી ઘોબી સોસાયટી માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત વિદેશી દારૂની બોટલ નંગ- ૮૫ કિ.રૂ. ૨૫,૫૦૦/-નો મુદામાલ પકડી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ સ્ટાફના માણસો ને કોવીડ-૧૯ મહામારી બંદોબસ્તમાં ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની સુચના કરેલ  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન  પોલીસ  કોન્સ રાજેન્દ્રસિંહ સરવૈયાને  બાતમીરાહે હકિકત મળેલ કે નિર્મળનગર આટા મીલ પાસે રહેતા વસીમભાઇ ઉસ્માનભાઇ ગોરી એ બોર તળાવ ઘોબી સોસાયટી હસને મસ્જીદ પાસે આરીફભાઇ બચુભાઇ ઘોબીની ઓરડીની પાછળના ભાગે આવેલ નાળાની બાવળની કાંટમાં  ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. અને મજકુર હાલ ત્યાં સ્થળ ઉપર હાજર નથી. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે. તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો EPISODE CLASSIC  WHISKY750 ML  ની બોટલ નંગ-૮૫ કિ.રૂ.૨૫,૫૦૦/- ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા વસિમ ઉસ્માન ગોરી  વિરૂધ્ધ્માં બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા રાજપાલસિંહ સરવૈયા તથા જયવિરસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.