પ્રેમિકાએ લગ્નની ના કહી એટલે કર્યો આપઘાત, મરતાં પહેલા બનાવ્યો વીડિયો

એક યુવાનને તેની પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દેતા તો તે વ્યક્તિ એટલો હતાશ થઈ ગયો કે તે પોતાના રુમમાં ગયો અને તેણે પંખા સાથે કપડું બાંધી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે તપાસ કરતાં તેના ફોનમાંથી એક વીડિયો મળી આવ્યો હતો જે મૃતકે તેના મોત પહેલા જ ઉતાર્યો હતો.આ ઘટના મધ્ય પ્રદેશના ઈંદોરની છે. આ વીડિયોમાં યુવક કહે છે કે તેના મોત પાછળ તેની પ્રેમિકા, પ્રેમિકાની બહેન અને તેના જીજાજી જવાબદાર છે. તેથી મોતનો બદલો તેના પર વાળજો. પોલીસ હાલ તે વીડિયોની તપાસ કરી રહી છે.આકાશના નામનો યુવક એક યુવતીને પ્રેમ કરતો હતો અને તેણે લગ્ન કરવાની ના કહેતા તે ડીપ્રેશનમાં હતો. તેવામાં ઘરે એકલો પડી જવાથી તેણે વીડિયો ઉતારી અને આત્મહત્યા કરી લીધી.